મર્હુમ શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર ટ્રસ્ટના ટ્રસ્ટડીડની જોગવાઇ હેઠળ તત્કાલીન મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગોપાળજી પી. ઉમરીગરના વરદહસ્તે તા. ૩૧-૩-૧૯૯૧ના રોજ સૂચિત શાળાનું ભૂમિપૂજન કરી સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો.
જુન ૧૯૯૨માં આ સંસ્થાનો ગ્રાઉન્ડફલોર તૈયાર થયો ત્યારબાદ ક્રમશઃ પહેલા અને બીજામાળનું બાંધકામ પૂર્ણ કરવામા આવ્યું. જેમાં કુલ ૩૫ રૂમો બનાવેલ છે. જેમાં હાલ અંગ્રેજી પ્રાથમિક વિભાગમાં ૧૬૯૬ વિદ્યાર્થીઓ તથા ગુજરાતી પ્રાથમિક વિભાગમાં ૧૩૫૭ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૦૫૩ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસરત છે. બંને વિભાગના ઘોરણ ૧ થી ૭ ના વર્ગખંડોમાં અભ્યાસક્રમ અનુલક્ષી પ્રોગ્રામ સાથેના સ્શ્વહ્મ રૂમની સગવડ છે.
ત્યારબાદ શાળા સંચાલકોની સૂઝબૂઝ અને શાળામાં વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ ભવિષ્યના નવા આયોજનના ભાગરૂપે શાળા સંકુલમાં જ માધ્યમિક વિભાગ માટે જુન — ૨૦૦૧ થી નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યુ. નવા મકાનમાં કુલ ૨૭ રૂમો બનાવવામાં આવ્યા. જેમાં હાલ અંદાજિત ગુજરાતી માધ્યમમાં ૪૪૦ વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમના ૫૬૭ વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૦૦૭ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસરત છે.
- આ અદ્યતન સુવિધાવાળા મકાનમાં અભ્યાસ સહાયક વિજ્ઞાનની ત્રણ પ્રયોગશાળા, ચિત્રખંડ, વાંચનાલય, દરેક વિભાગની અલગઅલગ કોમ્પ્યુટર લેબ તથા એક વાતાનુકૂલિત મુખ્ય ખંડ (મીટીંગ હોલ) બનાવવામાં આવ્યો છે. તથા
- નવા મકાનમાં ત્રણ સ્માર્ટ બોર્ડ વર્ગખંડો અને વર્ગોમાં અભ્યાસક્રમ અનુલક્ષી પ્રોગ્રામ સાથેના AVM રૂમ કાર્યરત છે.
- ઉપરાંત આધુનિક સુવિધાવાળા પાણીનાં વોટરરૂમ, વ્યવસ્થાપૂર્ણ બાથરૂમ વગેરેની સુવિધા અલગ-અલગ આપવામાં આવેલ છે.
- શાળામાં બંને વિભાગ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, દરેક વર્ગોમાં CCTV કેમેરાની સગવડ, સ્કેટિંગરિંગ, બાળકો માટે ખેલકૂદના સાઘનો ઉપલબ્ઘ છે.
- બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતા કેળવાય તે માટે વિવિઘ એકટીવિટીનો સમાવેશ કરેલો છે.
- આ શાળામાં કુલ ૧૧૮ સારસ્વતો તેમનું શૈક્ષણિકકાર્ય કરી રહયા છે.
શાળા સંચાલક મંડળ + વાલીમિત્રો + શિક્ષકમિત્રેા + વિઘાર્થીવૃંદ આ ચતુષ્કોણના સહયોગે આજે આ પંથકમાં પોતાની આગવી અને વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે.
વિઘાર્થીઓના સર્વાંંગી વિકાસ અને શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ઘડતર-ચણતરની મહત્વની જવાબદારી આ શાળાએ પ્રમાણિકતા તથા નિષ્ઠાથી બજાવી છે અને હંમેશ બજાવતી રહેશે એમા શંકાને કોઇ સ્થાન નથી કારણ કે …. અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી.
શાળાની ગતિ પ્રગતિ દિન પ્રતિદિન ઉત્તરોઉત્તર નવી દિશા અને નવા લક્ષ્યને પ્રાપ્ત કરતી રહી છે. શાળાને અવારનવાર પોતાનો ઉપયોગી અને અનુભવસિદ્ધ માર્ગદર્શન આપતા સારસાપુરીના સપ્તમ્ કુવેરાચાર્ય પરમપૂજયશ્રી અવિચલદાસજી મહારાજશ્રીના શાળા પરિવારને આશીર્વાદ મળી રહે છે.
- શાળાની વિકાસકૂચ અહી વિરમતી નથી, શાળા પરિવારે ટ્રસ્ટના વારિગૃહ માં એક નવો પ્રોજેકટ રમતોને પ્રાઘાન્ય આપતો શરૂ કરવામાં આવેલ છે. જેમાં અલગ—અલગ રમતો માટે રાષ્ટ્રીય કક્ષાએ રમી શકાય તેવી વ્યવસ્થા કરેલ છે.
આધુનિકયુગમાં બાળક દરેક ક્ષેત્રમાં વિકાસ કરી શકે એવા પ્રયાસ હેઠળ આ નવુ સંકુલ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનને આંબવા માટે અતિ આધુનિક લેબોરેટરીથી સભર, સ્પોર્ટ સંકુલ, સાંસ્કૃતિક પ્રવૃતિ માટે સંપૂર્ણ સુવિધાજન્ય “સંસ્કૃતિકભવન ”, સાથે સાથે નાના ભૂલકાઓ માટે “ગમ્મત સાથે જ્ઞાન” ની આકર્ષક વ્યવસ્થા, પરીપક્ત સારસ્વતો સાથે ૫૭ વર્ગખંડોથી પરિપૂર્ણ સંકુલ ઉભુ થઇ ચુક્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ શાળા એક નવા પરિપેક્ષ્ય સાથે જોવાશે. આ સિધ્ધિ-પ્રસિદ્ઘિ પાછળ રહેલા નામી-અનામી જે તે વ્યક્તિઓએ શાળા વિકાસમાં પોતાનો સમય અને શક્તિ ફાળવ્યા છે એ સર્વનો શાળા પરિવાર ખૂબખૂબ આભાર માને છે અને અંતે…….આ ટ્રસ્ટના જન્મદાતા શેઠ ઘનજીશા રૂસ્તમજી ઉમરીગરની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ટ્રસ્ટીમંડળ પ્રતિબદ્ઘ છે.
“એક નવા લક્ષનું થઇ રહ્યું છે, નિર્માણ .. ..
જેમાં આખેઆખો કાફલો પહોંચશે.. ..
ચોક્કસ કિનારે જહાજ પહોંચશે.. ..
મેં સુકાનીની આંખમાં જોયો છે નકશો “ઉન્નતિ”