મર્હુમ શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર ટ્રસ્ટના ટ્રસ્ટડીડની જોગવાઇ હેઠળ તત્કાલીન મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ગોપાળજી પી. ઉમરીગરાના વરદહસ્તે તા. ૩૧-૩-૧૯૯૧ના રોજ સૂચિત શાળાનું ભૂમિપૂજન કરી સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો.નવા મકાનમાં કુલ ૨૭ રૂમો બનાવવામાં આવ્યા. જેમાં હાલ અંદાજિત ગુજરાતી માધ્યમમાં ૪૪૦ વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમના ૫૬૭ વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૦૦૭ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસરત છે. આ અદ્યતન સુવિધાવાળા મકાનમાં અભ્યાસ સહાયક વિજ્ઞાનની ત્રણ પ્રયોગશાળા, ચિત્રખંડ, વાંચનાલય,દરેક વિભાગની અલગઅલગ કોમ્પ્યુટર લેબ તથા એક વાતાનુકૂલિત મુખ્ય ખંડ (મીટીંગ હોલ) બનાવવામાં આવ્યો છે. તથા નવા મકાનમાં ત્રણ સ્માર્ટ બોર્ડ વર્ગખંડો અને વર્ગોમાં અભ્યાસક્રમ અનુલક્ષી પ્રોગ્રામ સાથેના AVM રૂમ કાર્યરત છે. ઉપરાંત આધુનિક સુવિધાવાળા પાણીનાં વોટરરૂમ, વ્યવસ્થાપૂર્ણ બાથરૂમ વગેરેની સુવિધા અલગ-અલગ આપવામાં આવેલ છે.
આ સંસ્થાનો ગ્રાઉન્ડફલોર તૈયાર થયો ત્યારબાદ ક્રમશઃ પહેલા અને બીજામાળનું બાંધકામ પૂર્ણ કરવામા આવ્યું. જેમાં કુલ ૩૫ રૂમો બનાવેલ છે. જેમાં હાલ અંગ્રેજી પ્રાથમિક વિભાગમાં ૧૬૯૬ વિદ્યાર્થીઓ તથા ગુજરાતી પ્રાથમિક વિભાગમાં ૧૩૫૭ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૦૫૩ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસરત છે. બંને વિભાગના ઘોરણ ૧ થી ૭ ના વર્ગખંડોમાં અભ્યાસક્રમ અનુલક્ષી પ્રોગ્રામ સાથેના સ્શ્વહ્મ રૂમની સગવડ છે.
શાળા સંચાલકોની સૂઝબૂઝ અને શાળામાં વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઇ ભવિષ્યના નવા આયોજનના ભાગરૂપે શાળા સંકુલમાં જ માધ્યમિક વિભાગ માટે જુન — ૨૦૦૧ થી નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યુ.
શાળા સંચાલકોની દીર્ઘદૃષ્ટિ,વહીવટી કુનેહ, પારદર્શી વહીવટ અને સમયની પરખને કારણે શાળા પરિવારે ટ્રસ્ટના વારિગૃહ માં ઉન્નતિ વર્ષ ૨૦૦૮ માં શરુ કરેલ જે શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૧૬માં શરૂ થઈ, અંગ્રેજી માધ્યમ (સી.બી.એસ.ઇ.અભ્યાસક્રમ) માટે અલગઅલગ સુવિધાપૂર્ણ શૈક્ષણિક સંકુલ, જેના સંદર્ભમાં અંગ્રેજી માધ્યમ માટે એક પ્રાકૃતિક આહ્લાદક સંકુલ બનાવવામાં આવેલ છે.